• અભિષેક એપાર્ટમેન્ટની ચાલી રહી હતી પાર્ટી
  • પાર્ટી દરમિયાન એકાએક છત ધરાશાયી થતા નાસભાગ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના અંકલેશ્વરના એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થઇ છે. જેમાં અભિષેક એપાર્ટમેન્ટમાં પાર્ટી ચાલી રહી હતી. તેમાં પાર્ટી દરમિયાન એકાએક છત ધરાશાયી થતા નાસભાગ મચી હતી. છત ધરાશાયી થતા 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

[[$googlead]]

GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરની ભડકોદ્રા ગામે બર્થ ડે પાર્ટીમાં નાસભાગ મચી હતી. જેમાં અભિષેક એપાર્ટમેન્ટની છત એકાએક ધરસાઈ થતાં નાસભાગ મચી હતી. તથા ઘટનામાં 4થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાં ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

[[$alsoread]]

બંનેના મોતથી તેમના પરિવારમાં આભ ફાટ્યું

અગાઉ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં બાંધકામની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાહી થતાં ત્રણ મજૂરો દટાઈ ગયાં હતાં. જેમાં બે મજૂરોના મોત નિપજ્યાં હતા. તથા બંને મૃતકો સગાભાઈ હતાં. બંનેના મોતથી તેમના પરિવારમાં આભ ફાટ્યું હતુ.

કામગીરી દરમિયાન છત ધડાકાભેર નીચે પડી

શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ શાળાની એક છત તૂટી પડવા જેવી થઇ હઇ હતી. જેના કારણે વિદ્યાર્થીઓને રજા હોવાથી છતનું સમારકામ ચાલી રહ્યુ હતુ. કામગીરી દરમિયાન છત ધડાકાભેર નીચે પડી હતી અને મજૂરો તેમા દટાયા હતા.

ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા

ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે કાટમાળમાંથી આ મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલુ થઇ ગઇ હતી. સાથે સ્થાનિક પોલીસ અને અધિકારીઓનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સારવાર માટે 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઇ હતી અને ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 26 વર્ષીય સુરજ અને 21 વર્ષીય આકાશ સોલંકીનું મોત નિપજ્યું હતુ.


  • Follow us on: