અરવલ્લીના એક શખ્સે ભારત-પકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં વિવાદિત પોસ્ટ વાયરલ કરી હતી. આ વિવાદિત પોસ્ટને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે બાયડના શરીફ ચૌહાણને ઝડપ્યો છે. વીડિયો એડિટ કરી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા શખ્સ પર પોલીસે કાર્યવાહી આકરી કાર્યવાહી કરી છે.


વીડિયો એડિટ કરી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ

દેશના વડાપ્રધાન મોદીજી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ વાયરલ કાર્યવાહી થતાં શખ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. પીએમ મોદીના વીડિયોને એડિટ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ સૈનિકોની કામગીરીને બિરદાવવાના બદલે નાગરિકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

સેનાની કામગીરી બિરદાવવાને બદલે ભ્રમ ફેલાવ્યો

અરવલ્લીના યુવકને વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી છે. આ શખ્સે ભારત-પાકિસ્તાન તણાવને લઈ વિવાદિત પોસ્ટ કરી હતી. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે બાયડના શરીફ ચૌહાણને ઝડપ્યો છે. વીડિયો એડિટ કરી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા આ શખ્સ પર પોલીસે કર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, આ શખ્સે સેનાની કામગીરી બિરદાવવાને બદલે ભ્રમ ફેલાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સુરતના યુવકે પહલગામ હુમલાને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. યુદ્ધની સ્થિતિ વચ્ચે આપત્તિજનક વીડિયો અપલોડ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે વીડિયો બનાવનાર દીપેનસિંહની ધરપકડ કરી હતી. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે લોકોમાં ડરનો માહોલ પેદા કરનાર આ યુવક પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વિડીયો બનાવનર ઈસમની ધરપકડ કરી હતી.


  • Follow us on: