• મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની મુલાકાત લીધી
  • હરણી વિસ્તારના રહીશો હાલ પણ પુરમાં ફસાયા
  • અન્ય શહેરોની પાલિકાના કર્મીઓ વડોદરામાં આવ્યા

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલ નાગરિકોને રાહત મળી છે. વિશ્વામિત્રી નદી પર આવેલ બ્રિજ ખુલ્લા મુકાયા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની મુલાકાત લીધી છે. તેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન છે કે હાલ કાલાઘોડા બ્રિજની નીચેથી 31.45 ફૂટે પાણી વહી રહ્યું છે.

હરણી વિસ્તારના રહીશો હાલ પણ પુરમાં ફસાયા

[[$googlead]]

હરણી વિસ્તારના રહીશો હાલ પણ પુરમાં ફસાયા છે. હરણી વિસ્તારમાંથી સર્પાકારે નદી પસાર થતી હોય પાણી ઉતરતા હજી વાર લાગશે. તેમાં સમગ્ર અને વિસ્તારમાં આર્મી, એનડી આરએફ અને કોર્પોરેશન તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે. વડોદરા કારેલીબાગના વલ્લભનગરમાં પાણી ફરી વળ્યા છે. જેમાં એક માળ સુધી પાણી આવી ગયુ છે. હજુ પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે. લોકો ઘરવખરી બહાર કાઢી રહ્યા છે. સોસાયટીમાં કરોડોનું નુકસાન થયુ છે. સ્થાનિકોમાં નેતાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે તેમજ નેતાઓ આવે તો મેથીપાક ચખાડવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે.

[[$alsoread]]

અન્ય શહેરોની પાલિકાના કર્મીઓ વડોદરામાં આવ્યા

શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અન્ય શહેરોની પાલિકાના કર્મીઓ વડોદરામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 10 થી વધુ ટીમો વડોદરામાં આવી ગઇ છે. કાદવ કીચડ અને ઘરવખરીનો બગડેલો સામાન સાફ કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં જ્યાં પાણી ઉતર્યા ત્યાં ચાલી રહી છે. વડોદરાસમા સાવલી રોડ પર ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં ડીવાઇડર અને ખુલ્લા પ્લોટમાં કાર અને અન્ય વાહનો તણાઈ આવ્યા છે. એકની ઉપર એક કાર ચઢેલી જોવા મળી છે. આ વિસ્તારમાં 15 ફૂટ પાણી ભરાયેલા હતા. ગેરેજોમાં પાણી ભરાતા ખુદ ગેરેજો જ રીપેરીંગ માંગી રહ્યા છે. ગેરેજ માલિકોને સવારથી ઢગલો ફોન આવ્યા છે.


  • Follow us on: