• પોલીસે બંને પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો

  • એલસીબીની ટીમે મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા તથા ગુનેગારો પકડવા પેટ્રોલિંગમાં હતા
  • છેતરપિંડી કરી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 39,200 લૂંટીને બંને ભૂવા બાઈક પર ફરાર થઈ ગયા

હળવદ શહેરમાં બુધવારે આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અંધશ્રાદ્ધાનો શિકાર થયા હતા. આરોપી શખ્સોએ વૃદ્ધને વિશ્વાસમાં લઈ તેમજ નડતર વિધિના નામે છેતરપિંડી કરી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 39,200 લૂંટીને બંને ભૂવા બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન મોરબી જિલ્લામાં એલસીબીની ટીમે મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા તથા ગુનેગારો પકડવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે મોરબી ત્રાજપર ચોકડી પાસે રોડ પરથી હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીઓને રોકડા રૂ.39,200 તથા બાઈક નં. GJ-03-NA-9498, કિંમત .રૂ. 50,000 મળી કુલ રૂ. 89,200ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબી ટીમે વૃધ્ધ વ્યક્તિને લૂંટી લેનારા આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ/ધાંધલ, રોહીતનાથ ભગવાનનાથ ધાંધુની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: