તેવામાં કચ્છના વધુ કારીગરોને સંત કબીર એવોર્ડ માટે પસંદ પામ્યા છે ભુજોડી ગામના દેવજી વણકર અને આધોઈ ગામના મગન વણકરને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંત કબીર એવોર્ડ એનાયત કરવામાં આવશે,ભુજોડી ગામના વણકર અને રબારી સમાજનાવણાટ કામ વંશ પરંપરાગત કરી રહ્યા છે કારીગરો પોતાની કોઠાસુજથી સાલ,કચ્છી ધાબળા,શેતરંજી,ટેબલ મેટ,આસન તેમજ સાડીઓ બનાવી વેચાણ કરી રહ્યા છે.
ભુજોડી ગામ હસ્તકાલને લઈ પ્રખ્યાત
ભુજોડી ગામના હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને ૧૯૭૨ થી રાષ્ટ્રીય એવોર્ડ મળવાનો સિલસિલો શરુ થયો હતો અત્યારસુધીમાં ભુજોડી ગામના કારીગરોને ૭૨ જેટલા રાષ્ટ્રીય,સ્ટેટ,સંતકબીર, શિલ્પગુરુ એવોર્ડ કારીગરોએ મેળવ્યા છે,ભારત એકમાત્ર ભુજોડી ગામ જેમણે આજના સમયમાં પણ વર્ષોજુની હાથવણાટ કારીગરી જીવંત રાખી છે આજના યુવા કારીગરો પણ આકારીગરીમાં જોડાય રહ્યા છે ભારત પ્રથમ ભુજોડી ગામ છે જયારે એક ગામમાં ૭૨ જેટલા નેશનલ તેમજ સ્ટેટ એવોર્ડ કારીગરો મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.

જાણો નોંધપાત્ર સફળતામાં ફાળો આપતા મુખ્ય પરિબળો
1. સરકારી સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને મળેલી જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં યોજાયેલી જી20 બેઠકો તેમજ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વેચાણના આ રેકોર્ડ બ્રેકિંગ આંકડાને પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ જેવી પહેલો દ્વારા પણ પરંપરાગત હસ્તકલાની ઓળખ ઊભી કરીને તેમજ હેન્ડલૂમ ઉત્પાદનોની બજાર હાજરીને નોંધપાત્ર રીતે વેગ આપીને મહત્તમ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી છે.
2. સમૃદ્ધ પ્રદર્શન આયોજન
આ વર્ષે ગરવી ગુર્જરીએ અગાઉથી પ્રદર્શન માટે સારા સ્થળોની ઓળખ કરી હતી અને દેશભરના ખરીદદારો માટે અદ્ભુત ખરીદદારીનો અનુભવ પૂરો પાડ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં તેમજ મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા. માસ્ટર કારીગરો તેમજ પુરસ્કાર મેળવનાર કારીગરોની હાજરીએ એકંદર પ્રદર્શનના અનુભવમાં સુધારો કર્યો, જેના કારણે રેકોર્ડ વેચાણ થયું.
3. નવીન ડિઝાઇન
ડિઝાઇનર્સની સમર્પિત ટીમે સતત સર્જનાત્મકતાઓ સાથે નવીન ડિઝાઇન્સ રજૂ કરી છે, જે પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં રહીને આધુનિકતાનો પડઘો પાડે છે. આ ડિઝાઇન્સે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે, કારણકે તે તેમની માંગને અનુરૂપ હતી, જેણે વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાવ્યો.
4. કારીગર કૌશલ્ય તાલીમ
કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે NIFT સાથે MOU કર્યા છે. ઉપરાંત, NID તરફથી કૌશલ્ય તાલીમ વર્કશોપનું આયોજન, અને NIFT દ્વારા પ્રશિક્ષિત માસ્ટર કારીગરોએ તાલીમની ગુણવત્તામાં સુધારો કર્યો છે. આ પહેલોએ કારીગરોને ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સ બનાવવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કર્યા છે, જે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ત્યારે શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું, "અમને આ માઇલસ્ટોન પર ખૂબ જ ગર્વ છે કે જે અમારી ટીમના સમર્પણ અને સખત મહેનત, કેન્દ્ર અને રાજ્ય સરકારની સતત સહાય અને અમારા કારીગરોની અજોડ કારીગરીનો પુરાવો છે. જ્યારે અમે આ નોંધપાત્ર સફળતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકા વધારવાની સાથે સાથે ગુજરાતના સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલા વારસાને જાળવવાના અમારા મિશન માટે અમે પ્રતિબદ્ધ છીએ."