અરવલ્લીમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મેઘરજના રેલ્લાવાડાની સીમમાંથી યુવકની લાશ મળી આવી હતી.જેથી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને પોલીસે મૃતદેહને કબજે કર્યો હતો. અને વધુની તપાસ હાથ ધરી હતી. હવે યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે,તે પોલીસ તપાસમાં જ સત્ય બહાર આવશે.


યુવકની લાશ મળી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાંથી મૃતદેહ મળવાનો સિલસિલો હજુ સુધી યથાવત્ત છે. મેઘરજના રેલ્લાવાડા ગામની સીમના વાંઘામાંથી એક આશાસ્પદ યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહુડાના ઝાડ સાથે ધોળા દિવસે લટકતી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે યુવકનો મૃતદેહ કબજે કરીને વધુની તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ શરુ કરી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યુવક રેલ્લાવાડા એસ.આર પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો.તેમજ યુવક ધોળાપાણા ગામના તરાર પરિવારનો હોવાનું જાણવા મળ્યું છે. યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. તો યુવકની લાશને જોતાં હત્યા કે આત્મહત્યાને લઈને ઈસરી પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી.યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારીને તેને પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જેનાથી હત્યાનું રહસ્ય બહાર આવશે.

  • Follow us on: