- 15 જોડાએ પ્રભૂતામાં પગલાં પાડી સંસારની શરૂઆત કરી
- દહેજ પ્રથા નાબૂદ કરવા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું
- દરેક યુગલને જીવન જરૂરિયાત ના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી
ભરૂચ તાલુકાના વાંસી ગામે કોમી એકતા ના દર્શન થયા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક કોમના લોકો માટે સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સમાજમાંથી દહેજ પ્રથા નાબુદ કરવા તેમજ હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા ને ધ્યાને રાખી સર્વ ધર્મ ના લોકો ભેગા મળી રહે તે કામ આ ટ્રસ્ટ કરી રહ્યું છે. આજે આ સમૂહ લગ્નમાં પંદર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા ભર્યાં હતાં.
દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતા ના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા યુગલો એ પ્રભુતામાં પગલાં માંડયા હતા. હિંદુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.










