રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભરૂચમાં કોરોનાના કેસો વધતા તંત્ર હાઇએલર્ટ પર જોવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભરૂચમાં નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
કોરોનાનો કહેર વધતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તકેદારીના ભાગરૂપે હાલમાં 100 બેડનો આઈસોલેશન વોર્ડ 5 ઓક્સિજન પ્લાન સાથે કાર્યરત કરવામાં આવ્યો છે. 100 વેન્ટિલેટર, 120 બાયપેપ મશીનરી સાથે પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ કર્યો છે. ઓક્સિજન પ્લાન્ટમાં ક્ષતિ સર્જાય તો 100થી વધુ એક્સિજનના જમ્બો સિલિન્ડ બેકઅપ માટે રખાયા છે. રાઉન્ડ ક્લોક 1 સિનિયર રેસિડન્ટ, 3 જુનિયર રેસિડન્ટ, 1 કન્સલ્ટન્ટ સહિત 60થી વધુ નર્સ ફરજ પર હાજર રહેશે. કોરોનાની કોઈપણ સ્થિતને પહોંચી વળતા નર્સિંગ તેમજ પેરા મેડિકલ સ્ટાફ પણ ફરજ પર રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 7 કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.
દેશભરમાં કોરોનાના 257 કેસદેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19ના ઘણા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ આપી છે. 19મે સુધીમાં દેશમાં કોવિડના 257 એક્ટિવ કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યુ છે.