• કુદરતી નજારો માણવા સાથે સહેલાણીઓએ સ્નાન કરી મોજ માણી

  • ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ ગઈકાલે જ ભારે વરસાદ થતાં શરૂ
  • જેનો નજારો માણવા રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા હતા

ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ્ ખીલી ઉઠતો હોય છે જેનો માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. જેમાં પણ ખાસ કરીને શનિવારે રાત્રે વરસેલા સારા વરસાદને લઈ ઘોઘંબા ના સરસવા ગામે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો હતો જેનો નજારો માણવા રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા હતા.

મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ અને ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે તેમજ અહીં સહેલાણીઓ માટે નજીકમાં આ બંને ધોધ આવેલા હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન શનિવાર અને રવિવારે અહીં મોટી સંખ્યામાં સૌ વિક એન્ડની ઉજવણી કરવા માટે આવતા હોય છે. વર્ષોથી આ બંને ધોધ ચોમાસામાં સારો વરસાદ થવા સાથે જીવંત થતા હોય છે જેની સાથે જ પ્રકૃતિનો નજારો ખીલી ઉઠતો હોય છે અને જો તરફ્ હરિયાળો માહોલ જોવા મળતો હોય છે. આંખોને ઠંડક અપાવે એવા દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે. જેથી દૂર દૂરથી પર્યટકો અહીં આવી ગ્રામ્ય વિસ્તારના દેશી નાસ્તા સહિતની મોજ પણ માણતા હોય છે. ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ ગઈકાલે જ ભારે વરસાદ થતાં શરૂ થઈ ગયો છે અને શરૂ થવા ની સાથે જ અહીંયા પર્યટકો રવિવારે મોટી સંખ્યામાં ઉમટયા હતા. દૂર દૂરથી પર્યટકો વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી ધોધની મજા માણી હતી.

મંદિર તરફ્ જવા પગથિયાં નવા બનાવવા માગ

હાથણી માતાના ધોધ ખાતે આવતાં પર્યટકોની માંગણી છે કે સરકાર દ્વારા અહીંયા ઉપરના જવા માટે નો જે રસ્તો છે જેના પગથીયા તૂટી ગયા છે જેથી જોખમી રીતે અહીંયા લપસી જવા ની સ્થિતિ વચ્ચે પસાર થઈ ઉપર જવું પડતું હોય છે. સાથે સાથે જ આજુબાજુનો જે વિસ્તાર છે જેમાં પણ સેલ્ફી લેવા માટે કેટલાક યુવક યુવતીઓ જતાં હોય છે જે પણ ક્યારેક જોખમી સાબિત થઈ શકે એવા દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે. ત્યારે અહીં યોગ્ય રીતે હિલ સ્ટેશન ઉપર જઈ શકાય એવી રીતે પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ પર્યટક સ્થળ તરીકે આ જગ્યાનો વિકાસ કરવામાં આવે તો સ્થાનિકોને ને રોજગારી મળવા સાથે પર્યટકોને પણ સુવિધા મળી શકે એમ છે એવી પર્યટકો ની માંગણી જોવા મળી રહી છે.


  • Follow us on: