જામનગરમાં આંતકી હુમલા બાદ સરહદી વિસ્તારમાં ઇમરજન્સી સેવાઓ સધન કરવામાં આવી. જામનગર જિલ્લો દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી ઇમરજન્સી સેવાઓ માટે 20 (108)એમ્બયુલેન્સ સ્ટેન્ડ બાય રાખવામા આવી છે.


[[$googlead]]

જામનગર સહિત સરહદી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વધુ તહેનાત કરી

ભારત-પાકિસ્તાનની સરહદે સંભવિત યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને સમગ્ર જામનગરમાં તંત્ર એલર્ટ છે ત્યારે ગુજરાત સરકારે કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર સહિત સરહદી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વધુ તહેનાત કરી છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં મેગા રિફાયનરીઓ આવેલ છે જેને કારણે ઇમરજન્સી સમયે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે ઇમર્જન્સી સેવાઓ તૈહેનત કરવામાં આવી. હાલ જામનગર જિલ્લામાં કુલ 19 જેટલી 108 એમ્બ્યુલન્સ અલગ અલગ લોકેશન પર કાર્યરત છે ત્યારે વધુ 20 નવી એમ્બ્યુલન્સ જિલ્લામાં મોકલવામાં આવી છે. અલગ અલગ સ્થળોએથી આવેલી એમ્બ્યુલન્સ અને સ્ટાફને વિવિધ વિસ્તારોમાં મોકલી સ્ટેન્ડબાય રહેવા અને જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહેવા માટે સુચના આપવામાં આવી છે.

[[$alsoread]]

 

  • Follow us on: