- પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર બે દિવસ થયા પાણી ભરાયા
- પોરબંદરના છાયાચૂકી રોડ એમ.જી.રોડ એસવીપી રોડ સહિતના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા
- પોરબંદરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
પોરબંદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે.પોરબંદરમાં પશુઓ તણાવવા ના બનાવ પણ બની ચૂક્યા છે.હાલ વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર અને ફૂડ પેકેટની કામગીરી શરૂ કરાઈ છે,પોરબંદરમાં બે દિવસમાં 22 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે.
બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
પોરબંદરમાં વરસાદ બંધ થયા નાં 12 કલાક બાદ પાણી નથી ઓસર્યા ત્યારે પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,જીવન જરૂરિયાત વસ્તુઓ મળી નથી રહી,સાથે સાથે લાઈટ અને મોબાઈલ ટાવર પણ નહી મળતું હોવાથી કોઈ સાથે સંપર્ક થઈ શકતો નથી.બોખીરા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે.

લોકોના રેસ્કયુ કરાયા
પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ થયો છે. ગઈકાલે તા.૧૮ ના રોજ ૩૫૦ મીમી અને આને તા.૧૯ ના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં ૨૧૫ મીમી વરસાદ થયો છે. આમ ૩૬ કલાકમાં ૫૬૫ મીમી વરસાદ પડ્યો છે. જેનાપગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટ તંત્રની ટીમોએ ગઈ રાતથી આજે દિવસ દરમિયાન ફિલ્ડમાં રહીને રેસ્ક્યુ સહિતની કામગીરી કરી હતી.
શાળામાં ભોજનની કરાઈ વ્યવસ્થા
રાજ્ય સરકારના સંકલનમાં રહીને પોરબંદર જિલ્લામાં ઝીરો કેઝ્યુંઆલિટીનાં અભિગમ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં આવે નહીં અને નીચાણ વાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે સાવચેતીના ભાગરૂપે કોલીખડા ગામમાં ૨૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.