• સિવિલ કેમ્પસમાં રખડાતા શ્વાનના વીડિયો આવ્યા સામે
  • ભારે તાપમાં ડોગ બાઇટના કેસ વધે : વેટરનરી ઓફિસર
  • રાજકોટમાં તમામ સુવિધાઓ સામે ઉઠી રહ્યા છે સવાલ 

એક તરફ રાજ્ય સરકારે રખડતાં ઢોર માટે તમામ શહેર અને નગરપાલિકાઓને સૂચના આપી છે ત્યારે હજી પણ રખડતા શ્વાનથી લઈ વિવિધ ઢોરના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રાજકોટમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 9 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.

એટલું જ નહીં શ્વાનના આતંકથી સારવાર માટે તમામ લોકોને સિવીલ હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં તમામને હડકવાની તકેદારીના ભાગરૂપે એન્ટિ બાયોટીક દવાની સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ રાજકોટની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ કેમ્પસમાં રખડાતા શ્વાનના વિડીયો આવ્યા સામે આવ્યો છે.

[[$googlead]]

આ અંગે રાજકોટ વેટરનરી ઓફિસરે જણાવ્યું કે, ભારે તાપમાં ડોગ બાઇટના કેસ વધે છે. જેના માટે તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં 30 હજાર શ્વાન છે. જેમાં દર વર્ષે 3 હજાર શ્વાનનું ખસીકરણ કરાય છે. 2008માં 45 હજાર શ્વાન હતા ખસીકરણથી 30 હજાર થયા છે.

[[$alsoread]]

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો તેમ એક જ દિવસમાં 9 લોકોને બચકા ભરી લીધાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલથી જ હડકાયા શ્વાનના લીધે દવા લેવામાં સતત ધસારો ચાલી રહ્યો હતો. જોતજોતામાં એક જ દિવસમાં 16 દર્દીઓએ શ્વાન કરડવાની દવા લેવા આવ્યા હતા.

  • Follow us on: