• માતાજીને શિશ નમાવતા ભક્તો

  • ભાવવિભોર થઈ રહ્યા છે માઈભક્તો
  • નવરાત્રીના પાવન તહેવારમાં મંદિરોમાં ભારે ભીડ

નવરાત્રીના પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે. નવરાત્રીને લઈને માઈભક્તોમાં એક વિશેષ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશભરની શક્તિપીઠોમાં માઈભક્તોની ભીડ ઉમટી પડી હતી. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ તમામ ધામોમાં વિશેષ માહોલ રહેશે અને તેને લઈને કેટલીક ગાઈડલાઈન પણ લાગુ કરવામાં આવી છે.

નવરાત્રી પર્વને લઈને દેશભરની તમામ શક્તિપીઠોમાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી હોય કે જ્વાલાદેવી તમામ શક્તિપીઠોમાં સેંકડો માઈભક્તોએ આજે માતાજીના ચરણે માથું નમાવી આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોના આશિષ પ્રાપ્ત કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે આ સમગ્ર આયોજન આગામી નવ દિવસ સુધી ચાલતો રહેશે અને તમામ શક્તિપીઠોમાં ભક્તોની ભીડ ઉત્તરોત્તર વધતી જ જશે.

[[$googlead]]

મહત્વનું છે કે ગુજરાતના માતાજીના ધામોમાં પણ ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. પાવાગઢ, અંબાજી, માટેલ, ચોટીલા, બહુચરાજી જેવા માતાજીના ધામોમાં નવલી નવરાત્રીના પ્રથમ દિવસે લોકોની ભીડ દેખાઈ હતી. રાત્રે માતાજીની આરતી પછી આ તમામ સ્થળોએ ભક્તો માટે ગરબા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ભક્તો માતાજીના ચરણોમાં શિશ નમાવી ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરે છે અને સાક્ષાત માતાજી જ તેમની સાથે ગરબા રમી રહી છે એવી ધન્યતા અનુભવે છે.

[[$alsoread]]

નોંધનીય છે કે ગરબા મહોત્સવને લઈને સરકાર દ્વારા અમુક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને હાલના દિવસોમાં જે રીતે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. તેને લઈને પણ આરોગ્યની ટીમોની તૈનાતી કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ગરબા આયોજનમાં જ 108ની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. જેનાથી લોકોને આરોગ્ય સંબંધી તકલીફ ન પડે અને ઈમરજન્સીમાં તેમને સારવાર આપી શકાય.


  • Follow us on: