• સેન્ટ જોસેફ સ્કૂલમાં 5 મિનિટ મોડા પહોંચતા અટવાયા
  • 15થી વધુ વિદ્યાર્થીઓને બહાર ઉભા કરી દેવાયા
  • વિદ્યાર્થીઓએ આજીજી કરી છતાં પ્રવેશ ન અપાયો

વલસાડમાં તલાટી મંત્રીની પરીક્ષામાં 5 મિનિટ લેટ પહોંચતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર સેન્ટ જોસેફ સ્કૂલમાં 5 મિનિટ મોડા પહોંચતા અટકાવી દેવામાં આવ્યા છે. આશરે 15 જેટલાં વિદ્યાર્થીઓ 11.55 સુધીમાં પ્રવેશ મેળવવાનો સમય હતો પણ તેઓ 12 વાગ્યે પહોંચ્યા તેથી શાળાના ગેટ બંધ કરી દેવામાં આવ્યા અને ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો નહીં.

આ સમગ્ર ઘટના વલસાડમાં બની છે. વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલમાં ઉમેદવારો પહેલા ટ્રેન મોડી થઈ પછી બીજી ટ્રેનમાં બુકિંગ કરવામાં આવ્યું પરંતુ તે પણ મોડી પહોંચી જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ અંગે ઉમેદવારો અને તેમના વાલીનું કહેવું છે કે, તેમને ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી પણ ટ્રેન લેઈટ થઈ હતી જેના કારણે કેન્દ્ર પર પહોંચવામાં મોડું થયું છે.

[[$googlead]]

વિદ્યાર્થીઓ દ્વારા આજીજી કરવામાં આવી છતાં શાળાના સંચાલકો અને ત્યાં હાજર સરકારી કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યા છે. આ વચ્ચે ઉમેદવારો અને વાલીઓ ચિંતામાં મુકાયા અનેક રજુઆત છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહીં.

[[$alsoread]]

અગાઉ હાઇવે પર જામના દ્રશ્યો જોયા

આ અગાઉ આજે સવારથી અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ઘણાં સ્થાનો પર ઉમેદવારો બસની રાહ જોઈ રહ્યા હતા. તેના બાદ રસ્તા પર હાઈવે પર ટ્રાફિક જામથી પણ વિદ્યાર્થીઓ પરેશાન થયા છે અને ટ્વિટ કરીને પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ પાસે મદદ માંગી રહ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા ટ્રાફિક જામનો નિકાલ આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

પરિવહનથી પરીક્ષાર્થીઓ પરેશાન

તેમજ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્ર બીજા જિલ્લામાં હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ વચ્ચે સરકાર દ્વારા પરિવહનની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પરીક્ષાર્થીઓને પરિવહનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • Follow us on: