અમરેલી જિલ્લામાં દેશની શાન ગણાતા સાવજોની 16મી વખત સિંહવસ્તી ગણતરી શરૂ કરાઇ છે, દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં CCF સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને સિંહોના એક એક ચિહ્નો પણ નોંધાયા છે.
ગુજરાતમાં 2015 બાદ 10 વર્ષ પછી સિંહોની વસ્તીગણતરી શરૂ કરવામાં આવી
દેશની શાન ગણાતા સાવજોની વર્ષ 2015 બાદ 10 વર્ષ પછી સિંહોની વસ્તીગણતરી શરૂ કરવામાં આવી છે, કોરોના કાળ બાદ લાંબા સમયથી માત્ર પૂનમ અવલોકન ગણતરી માન્ય રાખવામાં આવી હતી, આ ગણતરી બાદ હવે વર્ષ 2025માં સિંહોની સત્તાવાર રીતે સિંહ વસ્તીગણતરી ચાલી રહી છે જેમા અમરેલી જિલ્લામા રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આવેલ દરિયાકાંઠામાં સિંહોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં છે આ વિસ્તારમાં ગ્રુપ સાથે સિંહો વાંરવાર જોવા મળે છે.
માનવ વસાહત વચ્ચે સિંહોએ રીતસર નવું જગલ ઉભું કર્યું
અહીં સિંહોની વસ્તીગણતરી કેવી રીતે કરવામાં આવી રહી છે વનવિભાગના અધિકારીઓ સિંહપ્રેમીઓ મહિલાઓ સાથે વાતચીત કરી સિંહોની ગણતરી અંગે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. 3 દાયકા કરતા પણ વધુ સમયથી અમલી પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો રેવન્યુ વિસ્તારમાં વધુ સિંહોની વાતાવરણ અનુકૂળ આવી રહ્યું છે, ઠંડો પ્રદેશ દરિયાઈ બેલ્ટ સૌવથી વધુ સિંહોએ આ વિસ્તાર પસંદ કરી રહ્યા છે માનવ વસાહત વચ્ચે સિંહોએ રીતસર નવું જગલ ઉભું કર્યું છે.
ચિહ્નો જીપીએસ લોકેશન ગ્રુપ કંપોઝીશન નોંધવામાં આવે છે
હાલમા વનવિભાગ દ્વારા ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને રિજીયન,ઝોન,સબઝોન જોબ શ્રીણીબધી એકમોમાં વિભાગજીત કરીને રિજિનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરીકારો મદદનિષ ગણતરીકારો નિરક્ષકો સહિત સ્વયંમ સેવકો દ્વારા સિહોની વસ્તીગણતરી કરવામાં આવશે સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત્ર પત્રકો અને તેમના સોપાયેલા વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય હિલચાલની દિશા લિંગ ઉંમર શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો જીપીએસ લોકેશન ગ્રુપ કંપોઝીશન નોંધવામાં આવે છે.
ગુજરાત વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી કરવામાં આવે છે
ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત સેશિયાઈ સિંહનો 16મો વસ્તી તારીખ 10 થી 11 મેં આખરી વસ્તી તારીખ 12થી 13મેના રોજ હાથ ધરવામાં આવશે અમરેલી સહિત કુલ 11 જિલ્લા સહિત 58 તાલુકાના 35 હજાર ચો. કિમિ.વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરીફેકેશન પદ્ધતીથી કરવામાં આવી રહી છે.સૌવથી વધુ સિંહોની સંખ્યા જંગલની કરતા રેવન્યુ વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સિંહો માનવ વસાહત વચ્ચે ફરી રહ્યા છે.ઉપરાંત સિંહોની ગણતરીમાં રાજય સરકાર અને વનવિભાગ દ્વારા સ્થાનિક લોકો પર્યાવરણ પ્રેમીઓ એનજીઓ સિંહપ્રેમીઓ ગ્રામીણ વિસ્તારના સરપંચો સહિત સ્થાનિક લોકો મહિલાઓ પણ અલગ અલગ રેન્જ વાઇઝ સામેથી ઉત્સાહ પૂર્વક જોડાય છે.
અમરેલી જિલ્લામાં આવેલ દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં ચાલી રહેલ સિંહ વસ્તી ગણતરી
વનવિભાગને સિંહની વસ્તીગણતરી કરવી તે જંગલ ગીર બાદ કરતાં રેવન્યુ વિસ્તારમાં ઘણી પડકાર હોય છે, અહીં સિંહોની અવર જવર અલગ અલગ વિસ્તારમાં હોય છે સિંહો સતત હર્તા ફરતા રહેતા હોવાને કારણે ઘણા અંશે મુશ્કેલી પણ સર્જાય છે. તેમ છતાં રાત દિવસ સિંહોની વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે અમે તમને અમરેલી જિલ્લામાં આવેલ દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં ચાલી રહેલ સિંહ વસ્તી ગણતરી બતાવી રહ્યા છે. અહીં પીપાવાવ પોર્ટ ટોરેન્ટ અલ્ટ્રાટ્રેક સહિત ઉધોગ માઈન્સ વિસ્તારમાં સિંહો વસવાટ કરી રહ્યા છે આ વિસ્તારમાં સિંહો બિંદાસ રાત દિવસ ફરી રહ્યા છે.
કોરોનાના કારણે સિંહની વસ્તી ગણતરી નથી કરાઈ
સિંહોની વસ્તીગણતરી કરવા માટે 1936માં જૂનાગઢ રાજય દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી લઈ વર્ષ 2015 સુધી સિંહોની વસ્તીગણતરી કરવામાં આવી હતી દર 5 વર્ષે સિંહ વસ્તીગણતરી કરવામાં આવે છે. પરંતુ કોરોના કારણે 5 વર્ષથી નથી કરાઈ હવે વર્ષ 2025માં ફરીવાર સિંહગણતરી હાથ ધરવામાં આવી છે વર્ષ 2020માં પૂનમ અવલોકન ગણતરી પ્રમાણે છેલ્લે સિંહોની સંખ્યા 674 જેટલી નોંધાઈ હતી હવે આગામી દિવસોમાં ગણતરી બાદ રાજય સરકાર આંકડો જાહેર કરે તે 900 સુધી પહોંચવાની શકયતા ઉપરાંત અમરેલી ટોપ પર આવી શકે છે.









