- દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધાર્મિકતા વધશે
- વર્ષના છેલ્લા દિવસથી શરૂ થતાં ગુરુ ભ્રમણ કરી 140 દિવસે વૃષભ રાશિમાં પ્રવેશશે
- દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તથા લોકોમાં ધાર્મિકતાના ભાવની વધુ અસરો જોવા મળશે
વર્ષ 2023 પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ 2024ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.31 ડિસેમ્બર 2023ની સવારે ગુરૂમાર્ગી થઈને ભ્રમણ કરવાનું શરૂ કરશે અને તે 140 દિવસે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના લીધે ર0ર4ના મે મહિનામાં સૂર્યનો અને ગુરૂનો સંયોગ સર્જાશે જે ભારતને વધુ શક્તિશાળી બનાવશે. ઉપરાંત દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તથા લોકોમાં ધાર્મિકતાના ભાવની વધુ અસરો જોવા મળશે.
આ અંગેની વિગત એવી છે કે, રવિવારે 31 ડિસેમ્બર 2023નો છેલ્લો દિવસ છે ત્યાર પછી વર્ષ 2024 શરૂ થશે જે ભારત માટે ખુબજ શુભ રહેશે જે અંગે જયોતિષ વિજયનગર દેવશંકર ભટ્ટના દાવા મુજબ, રવિવાર 31 ડિસેમ્બરે ગુરૂ ભ્રમણ કરીને 140 દિવસ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સંવત 2080ના ગ્રહોની માર્ગી, વક્રરી, ઉદય અને અસ્ત પણ ઘણો રોચક અને સંયોગ સર્જે તેવી શકયતા છે.










