• અમદાવાદના ગીતામંદિર ST ડેપોમાં લોકોની ભીડ
  • લોકો બસમા જવા માટે કરી રહ્યા છે પડાપડી
  • બારીમાંથી બસમાં બેસવા માટે પણ પડાપડી

અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા એસટી ડેપોમાં હાલમાં પગ મૂકાય એટલી જગ્યા નથી,તહેવારોમાં વધુ બસો મૂકી હોવાના ST તંત્રનો દાવો છતાં લોકો બસ માટે કરી રહ્યા છે પડાપડી.ગીતામંદિર ખાતે કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતી બસમાં જગ્યા તેવો મુસાફરોનો આક્ષેપ છે.રક્ષા બંધન અને સાતમ આઠમના તહેવારોને લઈને લોકો જઈ રહ્યા છે વતનમાં.

તહેવારોમાં વધુ બસ મૂકી હોવાનો દાવો પોકળ

[[$googlead]]

દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ જતી બસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી,લોકો બસમાં જગ્યા મેળવવા માટે જીવને જોખમમાં મૂકી બારી માથી બેસી રહ્યા છે,બસની અંદર જગ્યા ના હોવાથી બારીમાંથી કૂદવાના વારો આવ્યો છે,હાલ તહેવારોની સિઝન હોવાથી એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે,સાથે સાથે બસની ટિકીટ મેળવવા માટે પણ લાંબી લાઈનો લાગી છે.

[[$alsoread]]


6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે

સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે તેવી વાત હતી,પરંતુ અહીયા સ્થિતિ કઈ અલગ છે.

તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા મળશે

ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.


  • Follow us on: