• પાણીની ટાંકીથી 100 મીટર દૂર હોવા છતા પાણી નહીં

  • હવાડા બનાવ્યાં પછી આજદિન સુધી ટીપુંય પાણી આવ્યું નથી
  • પાણી ભરવામાં ન આવતા આ હવાડો શોભાના ગાઠિયા સમાન બન્યો

સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે પીવાના પાણીની ટાંકીથી ફ્ક્ત 100 મીટરના અંતરે બનાવેલ પાણીના હવાડામાં પાણી ભરવામાં ન આવતા આ હવાડો શોભાના ગાઠિયા સમાન બની પડી રહ્યો છે. જેને નિહાળી મૂંગા પક્ષીઓ પણ નિઃસાસા નાખી રહ્યા છે.

ઉનાળાની ઋતુ સહિત અન્ય દિવસોના સમયમાં મુંગા પશુઓ પાણી થકી પોતાની તરસ મીટાવી શકે તેવા શુભ આશય શાથે ગોલાગામડી ગામમાં બે હવાડા બનાવ્યા હોવા છતાં પાણીનો વધુ એક હવાડો બનાવવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી જેમા ટીપુંયે પાણી ન ભરાતા આ હવાડો બનાવવા પાછળનો સરકારનો આશય સિદ્ધ થયો નથી.

આૃર્યની વાત તો એ છે કે, આ નવા બનેલ હવાડાથી ફ્ક્ત 100 મીટરના અંતરે પીવાના પાણીની ટાંકી આવેલ છે. આ ટાંકીના ઓવરફ્લો થાય છે. ટાંકીના પાણી સહિત ગામના પાણીનો રેલો હવાડા સુધી આવે છે. પરંતુ હજુ સુધી પાઇપ લાઇનનું કનેક્શન જોડાયેલ ન હોવાથી આ હવાડામા પાણી ન ભરાતા આજની કાળઝાળ ગરમીમાં પણ આ હવાડો તૈયાર થઈને પાણી વગર ખાલીખમ પડી રહેતા આ માટે સરકારે કરેલ ખર્ચ પણ પાણીમાં ધોવાઈ રહેલ હોય તેવી લોકચર્ચા છે. સરકારની ગ્રાન્ટોની રકમ પૂર્ણ કરવા નવા કામોના એસ્ટીમેન્ટ ફ્ટાફ્ટ તૈયાર કરી ખૂબ જ ઝડપથી બાંધકામો પૂર્ણ કરી દેવામા આવે છે. પરંતુ ત્યાર બાદ આવા બાંધકામો પૂર્ણ થયા બાદ તેની દેખરેખ પ્રત્યે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપતા નથી. એ બાબતની ગવાહી આ પાણી વગરનો ખાલી ખમ હવાડો સાબિત કરી રહ્યો છે.


  • Follow us on: