- ખંભાતના લોકપ્રિય પતંગો બજારમાં આવવાના શરૂ
- છૂટક પતંગોની કિંમતો વધી, કિનિયાર બાંધેલાની માગમાં ઉછાળો
- વેપારીઓના કહેવા પ્રમાણે કાગળ, વાંસની સળીના ભાવમાં 20 ટકાનો વધારો થયો
ઉતરાયણની મજા લેવા માટે પંતગરસિકો આતુર થઈ ગયા છે ત્યારે હાલમાં માર્કેટમાં વિવિધ જાતના પતંગોની બોલબાલા છે અને જે લોકો વર્ષોથી પતંગ ચગાવે છે તે લોકો વિવિધ પ્રકારના પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે. હાલમાં માર્કેટમાં ખંભાતના બનાવેલા પતંગથી માંડીને વિવિધ પ્રકારના પંતગો બજારમાં જોવા મળી રહ્યા છે જે ખરીદવા છેલ્લા દિવસે લોકો ઉમટી પડયા છે. પતંગના રો મટિરિયલમાં ભાવ વધ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે કાગળ, વાંસની સળીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. જથ્થાબંધ પતંગમાં ભાવ વધારાથી છૂટક પતંગના ભાવોમાં દસ ટકા સુધીનો વધારો થયો છે. જો કે,કીનાયર બાંધેલા પંતગોની માંગ વધુ છે.જેના લીધે અત્યારથી કીનીયાર બાંધવા માટે વેપારીઓ એડવાન્સમાં ઓડરો મેળવી લીધા છે. પંતગ રસીયાઓ વિવિધ પ્રકારના પંતગોની સાથે નાની અને મોટી ચીલ પંતગો ખાસ ખરીદતા હોય છે. આ પંતગ ગમે તેવી હવામાં ઉડાડી શકાય છે અને પંતગ ખેંચીના કાપવામાં સરળ રહે છે.
પતંગના પ્રકારો










