- પાછળના ભાગના ગાર્ડ સહિત 6 ડબ્બા છૂટા પડતા દોડધામ
- ભોગાવો નદી પરના રેલવે બ્રિજ પર જ બની ઘટના
- ટેકનીકલ ખામીના કારણે ડબ્બા છૂટા પડ્યા
રેલવેમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ટ્રેનનું એન્જીન આગળ દોડી ગઈ અને તેના ડબ્બા પાછળ રહી ગયા હતા. આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડી ટ્રેનમાં બની છે. જેમાં ચાલુ માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં દોડધામ મચી હતી. જો કે અન્ય કોઈ ટ્રેન ન આવતી હોવાના કારણે જાનહાનિ થઈ નથી
આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી ટ્રેનના પાછળના ભાગના ગાર્ડ સહિત 6 ડબ્બા ભોગાવો નદી પરના રેલવે બ્રિજ પર ચાલુ માલગાડીએ છૂટા પડી ગયા હતા. જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. જે પછી રેલવે અધિકારીઓ અને સ્ટાફ પહોંચ્યા હતા.














