- ભારત- પાક. કિક્રેટ મેચમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા
- રવિવારે માણસાના ઐતિહાસિક ગામ સમૌમાં સ્મારકનું લોકાર્પણ કરશે
- તેઓ ગાંધીનગરમાં નવરાત્રિ આયોજનને ખૈલયાઓ માટે ખુલ્લો મુકશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ સપ્તાહના અંતે બે દિવસ ગુજરાતમાં છે. રવિવારથી શરૂ થનાર નવરાત્રિ પ્રસંગે તેઓ વતનના ગામ માણસા જશે. જ્યાં પરિવાર સાથે શ્રી બહુચરાજી માતાજીની માંડવીની પૂજા- આરતીની વિધીમાં સામેલ થશે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ શનિવારે ભારત- પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
અમિત શાહ દરવર્ષે નવરાત્રિના આરંભે પોતાના ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શનાર્થે પરિવાર સાથે જાય છે. એ પરંપરાને આગળ વધારવા તેઓ અમદાવાદ આવી રહ્યા છે અને આ રવિવારે પરીવાર સાથે માણસા જશે. રવિવારે તેઓ માણસા તાલુકાના ઐતિહાસિક ગામ સમૌ ખાતે નિર્મિત પુસ્તકાલય અને સ્મારકનુ લોકાર્પણ કરશે. સ્વાતંત્ર્ય સંગ્રામના આરંભે સમૌ ગામની ઐતિહાસિક ભૂમિકા રહી છે. નવીપેઢી એ ઈતિહાસને જીવંત રાખે તે માટે સ્મારક તૈયાર કરવામાં આવ્યુ છે. કહેવાય છે કે, ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ આવ્યા બાદ નરેન્દ્ર મોદી કિક્રેટ સ્ટેડિયમમાં યોજનાર ભારત- પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે. જો કે, હજી અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. રવિવારે માણસાથી પરત આવતા તેઓ ગાંધીનગરમાં નવરાત્રિ આયોજનને ખૈલયાઓ માટે ખુલ્લો મુકશે.










