વિક્રમ સંવત 2081નું નવુ વર્ષ શરૂ થયું છે,ત્યારે અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી છે,માતાજી દર્શન કરવા અને મંગળા આરતીમાં વહેલી સવારથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે.માંના આશીર્વાદ મેળવવા ભકતો વહેલી સવારથી પહોંચી રહ્યાં છે,સાથે સાથે અંબાજી મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે.સાંજના સમયે મંદિરમાં રોશની કરવામાં આવશે.


[[$googlead]]

અંબાજીમાં ભકતોનું ઘોડાપૂર

અંબાજી મંદિરમાં ચાલુ દિવસે પણ ભકતોનું ઘોડાપૂર હોય છે આજે તો નવા વર્ષની શરૂઆત છે એટલે અવશ્ય માતાજીના આશીર્વાદ મેળવવા ભકતોનું ઘોડાપૂર ઉમટયું હોય,ભારતના અલગ-અલગ રાજયોમાંથી માં ના આશીર્વાદ મેળવવા ભકતો ઉમટી રહ્યાં છે,મહત્વનું છે કે મંદિર તરફથી પણ ભકતોને કોઈ અગવડ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે,બનાસકાંઠાની ગિરિમાળાઓની વચ્ચે અંબાજી મંદિર આવેલું છે અને ભકતો આસ્થા અને શ્રધ્ધાને લઈ માં ના આશીર્વાદ લેવા પહોંચી રહ્યાં છે.

[[$alsoread]]


માતાની આરતીનો સમય અને આરતી

તા.2 નવેમ્બર 2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00 થી 6:30 રહેશે. દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 નો રહેશે. રાજભોગ બપોરે 12:00 કલાકે, બપોરે દર્શન 12:30 થી સાંજના 5:15 રહેશે અને સાંજે આરતીનો સમય 6:30 થી 7:00 તથા સાંજે દર્શન 7:00 વાગ્યાથી રાતે 10:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

આવતીકાલે અંબે માતાને રાજભોગ અને દર્શનનો સમય

તા.3 નવેમ્બર 2024 કારતક સુદ બીજથી તા.6 નવેમ્બર 2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6:30 થી 7:00 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7 થી 11:30 નો રહેશે. રાજભોગ બપોરે 12:00 કલાકે, બપોરે દર્શન 12:30 થી 4:15 રહેશે, સાંજે આરતીનો સમય 1:30 થી 7:00 તથા સાંજે દર્શન 7:00 વાગ્યાથી રાતે 9: 00 વાગ્યા સુધીનો સમય રહેશે.

 

  • Follow us on: