હથિયાર લાયસન્સ કેસમાં ATSને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં ATSએ વધુ 16 લોકોની ધરપકડ કરી છે. નાગાલેન્ડ, મણીપુર હથિયાર લાયસન્સ કૌભાંડના કેસમાં સુરેન્દ્રનગરનગરથી 12 અને અમદાવાદથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ ATSએ 19 આરોપીઓને ઝડપ્યા હતા. હથિયારના 7 ડીલર, હથિયાર રાખનાર 16ને ઝડપી લેવામાં આવ્યા હતા.


[[$googlead]]

ATSએ 108 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો

તમને જણાવી દઈએ કે ATSએ 108 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હથિયાર સપ્લાય કરનારા સૌકત અલીની ATSની ટીમે ધરપકડ કરી લીધી છે. હરિયાણામાં સૌકત અલીની દુકાનથી હથિયાર સપ્લાય કરવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં સૌકત સહિત 40 આરોપીઓ ઝડપાયા છે. રાજ્યમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે,ખોટી રીતે લાયસન્સ મેળવીને ફટકડી મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

[[$alsoread]]

ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા

અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે. અનિલ રાવલ, અર્જન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે. ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. આ તમામ હથિયારો નાગાલેન્ડથી મગાવવામાં આવતા હતા. અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ ફકત ગુજરાત પુરૂતું નહીં પરંતુ ભારતના અન્ય જિલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

અગાઉ 6 હથિયાર ઝડપાયા હતા

ગુજરાત ATSએ હથિયારનું નકલી લાઇસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડયું હતુ. ATS દ્વારા નકલી લાઈસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ હરિયાણાના સોકતઅલી છોટુ ખાન, ફારુખ અલી અને આસીફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાઈસન્સ બનાવીને પોતાનીની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: