આણંદના ખંભાતમાં ATSએ મોટુ ઓપરેશન પાર પાડયું છે જેમાં ફેક્ટરીમાંથી રૂ.107 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું છે અને ડ્રગ્સના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.સોખડામાં ગ્રીન લાઇફ ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેકટરીમાં બનતું હોવાની બાતમી એટીએસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવા બનતી હતી અને તેમાં કાળો કારોબર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે.

[[$googlead]]

આણંદના ખંભાતમાં ATSનું મોટું ઓપરેશન
આણંદના ખંભાતમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડયું છે જેમાં ફેક્ટરીમાંથી રૂ.107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે સાથે સાથે 6 લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે,આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો રહેવાસી છે જે અગાઉ નાર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે તો અન્ય 4 આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાયસન્સ વગર અલ્પ્રાઝોલમ દવા બનતી હોવાની વાત સામે આવી છે.

પરમિશન વગર દવાનું ઉત્પાદન ન થઈ શકે
પરમિશન વગર દવાનું ઉત્પાદન કરવું શકય નથી સાથે સાથે આરોપીઓને 10 કિલોનો જથ્થો લઇ જવાનો પ્લાન હતો ફેક્ટરીના માલિકની હાલ ધરપકડ કરવામાં આવી નથી અને આજે આરોપીઓને રિમાન્ડ માટે ખંભાતની કોર્ટમાં રજૂ કરાશે.આણંદના ખંભાતના નેજા ગામમાં ગ્રીન લાઈફ ઈન્ડ્રસ્ટ્રીઝ મમતામાં દરોડા પાડયા હતા જેમાં મોટી માત્રામાં અલફાઝોલમ ટેબ્લેટનો પાઉડર જપ્ત કરવામાં આવ્યો છે જેમાં જોબ વર્ક પર અલફાઝોલમ પાઉડર બનાવતા હતા.

એટીએસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
અલ્ફાઝોલમ પાઉડરનો જથ્થો એમપી ના અજય જૈન નામના વ્યક્તિને આપવાના હતા,ફેક્ટરીમાં એફએસએલ દ્વારા કેમિકલ ચેક કરાવતા આલ્ફાઝોલમ પાઉડર હોવાનું સામે આવ્યું છે.ફેક્ટરી માંથી ૧૦૭ kg એલફઝોલમ પાઉડર મળી આવ્યો છે.જેમાં એમપીના અજય જૈન દ્વારા એડવાન્સ ૩૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે 30 લાખ રૂપિયા પણ એટીએસએ જપ્ત કર્યા છે.ગઈકાલે મોડી રાત્રે અજય જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે.તો અલફાઝોલમ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે ૧૦૭ kg પાઉડર માંથી અંદાજિત ૪૨ કરોડથી વધુની દવાઓ બને છે.દવા તૈયાર થયા બાદ તેની બજાર કિંમત અંદાજિત ૧૦૭ કરોડ જેટલી થાય છે અને આરોપીઓએ પહેલી વખત જોબ વર્ક દ્વારા કામ શરૂ કર્યું હતું અને આરોપીઓએ અગાઉ સેમ્પલ માટે નાની માત્રામાં તૈયારી કરી હતી.

રણજીત નામનો આરોપી ટ્રેડર છે જે અજય જૈનના સંપર્કમાં હતો
એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે રણજીત નામનો આરોપી ટ્રેડર છે અને પકડાયેલા આરોપીમાંથી વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે,મંજૂરી વગર ઉત્પાદન થતી અલફઝોલમ દવા નાર્કોટિક ડ્રગ્સ તરીકે ગણાય છે અને ફેક્ટરીમાં અલફાઝોલમ મંજૂરી વગર ઉત્પાદન કરવામાં આવતી હતી,અલફાઝોલમ બનાવવા કોઈ લાયસન્સ લીધું નથી અને અજય જૈન શરૂઆતમાં ૧૦ કિલોનો જથ્થો એમપી લઈ જવાનો હતો.મહત્વનું છે કે,પાઉડર માંથી ટેબ્લેટ ક્યા બનાવવાની હતી અને કઈ ફોર્મેટમાં પાઉડર ઉપયોગ કરવાનો હતો તે તપાસનો વિષય છે.મુખ્ય ટ્રેડર રણજીત ડાભી, રીસીવર અજય જૈન સહિત વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણાની ધરપકડ કરાઈ છે.
આરોપીઓ ૧૬ જાન્યુઆરીથી દવાનો પાઉડર બનાવવાની શરૂઆત કરી હતી.
  • Follow us on: