સુરેન્દ્રનગરના થાનગઢમાં 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી છે જેમાં બાળકીને ફોસલાવીને નાળખંભા ગામના ગોવિંદ ભીમાએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતાં નરાધમ ભાગી છૂટ્યો હતો,બાળકી પર જબરદસ્તી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.


બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાની કોશિષ
થાનગઢમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી છે,બાળકીને નાળખંભા ગામના ગોવિંદ ભીમાએ વાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો,બાળકીને એકલી જોઈને આરોપી મોંઢે રૂમાલ બાંધીને ફળિયાની બહાર લઈ ગયો હતો અને ત્યાંથી વાડીમાં લઈ જાય છે ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ બાળકી બૂમાબૂમ કરતા તે ત્યાંથી ફરાર થઈ જાય છે અને માતા-પિતાને જાણ કરે છે.

બાળકી સાથે શારીરિક અડપલા કર્યા
આરોપીએ બાળકી સાથે અડપલા કર્યા અને ત્યારબાદ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મહત્વનું એ છે કે બાળકીને આ વાતની જાણ થઈ જતા તેના પર દુષ્કર્મ થતા રહી ગયુ,બાળકી સચેત હતી તેના કારણે દુષ્કર્મનો પ્રયાસ થયો.પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,બાળકીના રીપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે.માતા-પિતા ફરિયાદી બન્યા છે અને પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે,કોની વાડી છે તેને લઈ પણ તપાસ કરવામાં આવી છે અને નિવેદન નોંધવામાં આવ્યું છે.

21 દિવસ પહેલા પણ નોંધાઈ હતી સામૂહિક દુષ્કર્મની ઘટના
સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
 
  • Follow us on: