- શટરનું તાળુ તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો
- સેક્રેટરી અને મંડળીના કમિટિ સભ્યોને તાબડતોબ બોલાવી તપાસ
- ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
વાઘપુર ગામે આવેલ દૂધ મંડળીના શટરનું તાળુ તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે સવારે દૂધ મંડળીના ચેરમેન ખુમાનસિંહ સિસોદીયાને મંડળીના તાળાં તૂટયાની જાણ થતાં દોડી પહોંચ્યા હતા. સેક્રેટરી અને મંડળીના કમિટિ સભ્યોને તાબડતોબ બોલાવી તપાસ હાથ ધરતાં તસ્કરોએ સેક્ટરી ઓફિસનું તાળુ તોડી નાખ્યુ હતુ અને અંદર બે તિજોરીના પણ તાળાં તોડી ફાઈલો અસ્ત વ્યસત કરી નાખી હતી. પરંતુ મંડળીમાં કોઈ કિંમતી વસ્તુ કે રોકડ ન હોય કોઈ મત્તા ચોરાઈ ન હતી. બાજુમાં જ આવેલ હનુમાનજી મંદિરનું તાળુ પણ તસ્કરોએ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.










