ભાવનગર જિલ્લામાં પૂર્વ સરપંચ અને RNB વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં ઉમરાળા તાલુકાના ભાવપરાથી ગઢુલા ગામના માર્ગના નવીનીકરણની વાત થઈ રહી છે. આ માર્ગના નવીનીકરણ પહેલા જે દબાણ દૂર કરવાનું હતું, તે દૂર કર્યા વગર જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઓડિયો ક્લિપમાં અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે દબાણ દૂર કરવાનું કામ તેમની જવાબદારી નથી અને તેમની પાસે આ કામ માટે સમય પણ નથી. આ વિડિયો વાયરલ થતા હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે
ઓડિયો ક્લિપ વાયરલ થઈ
તાજેતરમાં જ ઉમરાળા તાલુકાના પાંચ તલાવડા ગામના સરપંચ બાલાભાઈ અને આરએનબી વિભાગના અધિકારી બીઆર પાતરા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં તાજેતરમાં બની રહેલ ડામર રોડના નવીનીકરણની વાતચીત છે જેમાં ભાવુપરાથી ગઢુલા ગામ વચ્ચે કુલ 49 લાખ રૂપિયાના ખર્ચે ૨૨૦૦ મીટર ના માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ માર્ગ પર અનેક દબાણો છે જે દબાણો દૂર કર્યા વગર જ અધિકારી દ્વારા ડામરોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેવો આરોપ સરપંચ દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ અધિકારી દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યાં રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં તેમને અડચણરૂપ કોઈ દબાણ છે નહીં અને RNB અધિકારીનું કહેવું છે કે તેમને કાયદાકીય રીતના વાતચીત કરી છે.
ગ્રામજનોની રજૂઆત
ઉમરાળા વિસ્તારમાં મુખ્યત્વે ખેતી થાય છે. આ વિસ્તારના લોકો ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.આ તમામ પાકોનું ઉત્પાદન કર્યા બાદ મોટા બજારમાં તેનું વેચાણ કરવામાં મોકલવામાં આવે છે. પરંતુ ખરાબ રોડના કારણે લોકોને માલસામાન પંહોચાડવામા અને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને તેના માટે ગ્રામજનો અને સરપંચ દ્વારા રોડ રસ્તા સુધારવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.દરમિયાન રોડની કામગીરીને લઈને સરપંચ અને કાર્યપાલક ઇજનેર વચ્ચે કોઈ બાબતે બબાલ થયાની ઓડિયો કલિપ વાયરલ થતાં હોબાળો મચ્યો છે.