- ડેબ્યૂ ટેસ્ટમાં જયસૂર્યાની છ વિકેટ
- કરુણારત્ને-મેન્ડિસની અડધી સદી
- શ્રીલંકા હજુ ઓસ્ટ્રેલિયાથી 180 રન પાછળ
ઓપનર દિમુથ કરુણારત્ને અને કુશલ મેન્ડિસે બીજી વિકેટ માટે નોંધાવેલી 154 રનની ભાગીદારી વડે શ્રીલંકાએ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે પ્રથમ દાવમાં બે વિકેટે 184 રન બનાવી લીધા હતા. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 364 રનના સ્કોરે સમેટાઈ હતી. આમ શ્રીલંકા હજુ પણ 180 રન પાછળ છે. બીજા દિવસના સ્ટમ્પ સમયે કુશલ મેન્ડિસ 152 બોલમાં નવ બાઉન્ડ્રી વડે 84 તથા સિનિયર ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂઝ છ રન બનાવીને રમી રહ્યા હતા. સુકાની કરુણારત્ને 165 બોલમાં 10 બાઉન્ડ્રી વડે 86 રન બનાવીને આઉટ થયો હતો.











