ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


[[$googlead]]

મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી બંધ રહેશે

એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ અને સંકલન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ શ્રમિકોને હીટવેવને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે,મનરેગા હેઠળ ચાલતા તમામ કામો તેમજ ક્ન્ટ્રકશન સાઇટ ઉપર શ્રમિકો માટે ORS,પાણી તેમજ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે,આવા કામો બપોરની વધુ પડતી ગરમી દરમિયાન બંધ રાખવા જણાવ્યુ છે.

[[$alsoread]]

હીટવેવથી બચવા આટલું કરો

* તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો

* ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો

* વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો

* આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો

* પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો

* બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

હીટવેવથી બચવા આટલું ના કરો

* શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું

* શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા

* મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગેલ પ્રથમ સારવાર લેવી

* જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો

* શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો

* લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા

* જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી.

  • Follow us on: