રાજકોટમાં ઓટોપાર્ટના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. 25 વર્ષીય યુવાન વેપારીએ આપઘાત કરતા પરિવાર ઘેરા આઘાતમાં છે. વેપારીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં વેપારીએ જણાવ્યું કે બે લોકોએ ધમકીઓ આપી હોવાથી તે આ અંતિમ પગલુ લઈ રહ્યો છે. યુવાન વેપારીની આત્મહત્યાનો મામલો સામે આવતા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. મૃતકના પરિજનોએ વેપારીના આપઘાત મામલે ન્યાયની માંગણી કરતા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની માગ કરી.
માથાભારે શખ્સોએ યુવાન વેપારીને આપી ધમકી
મળતી માહિતી મુજબ આપઘાત કરનાર યુવાન વેપારીનું નામ કમલેશ મુકેશભાઈ સરેરીયા હોવાનું સામે આવ્યું છે. યુવાન વેપારી કમલેશ પ્રજાપતિ કોઠારીયા રામપાર્કનો રહેવાસી છે અને બાપુનગરમાં ઓટો પાર્ટસની દુકાન ધરાવે છે. બાપુનગર સ્થિત ઓટો પાર્ટસની દુકાન પર કેટલાક માથાભારે શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર મારી ધમકીઓ આપી હતી. માથાભારે વેપારીને ધમકી આપી હતી કે જો હત્યાના બનાવમાં વધુ કંઈ બોલીશ તો જોવા જેવી થશે. બાપુ નગરમાં બે દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો હતો અને હત્યામાં ભોગ બનનારના પિતાનું ઉપરાણું લઈને માથાભારે શખ્સોએ ઓટો પાર્ટના વેપારી ઉપર હુમલો કરી ધમકી આપી હતી.
વેપારીએ ગુનેગારોને મદદ કરવાની ના પાડી
વેપારીની ધમકી આપનાર માથાભારે શખ્સ હત્યાના ગુનાનો શકમંદ આરોપી છે. અને હત્યાના ગુનાના આરોપીના પિતા ઓટોપાર્ટસના યુવાન વેપારીને ત્યાં કામ કરતા હતા. બાપુનગરમાં બે દિવસ પહેલા જ ઇશાન મુસ્તુફાભાઇ કાસમાણી નામના શખ્સની હત્યા થઈ હતી. આ યુવાનની હત્યામાં ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણમાંથી એક શખ્સ અને અન્ય એક શખ્સના પિતા પણ વેપારીને ત્યાં નોકરી કરતા હતા. વેપારીને ત્યાં નોકરી કરનાર ગુનેગાર અને તેમની સાથે સંબંધ રાખતા હોવાથી વેપારી કમલેશભાઈના પરિવારે આ લોકોને ભાડે આપેલ ઘર ખાલી કરવા કહ્યું હતું. હત્યાના ગુનેગારોએ વેપારી કમલેશભાઈ પાસેથી મદદ માગી હતી પરંતુ યુવાને સહાય કરવાની ના પડતા આ લોકોએ બાપુનગરની દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવતા ધમકી આપી હતી.
ધમકીના ડરે વેપારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
વેપારીની ધમકી આપનાર માથાભારે શખ્સ હત્યાના ગુનાનો શકમંદ આરોપી છે. અને હત્યાના ગુનાના આરોપીના પિતા ઓટોપાર્ટસના યુવાન વેપારીને ત્યાં કામ કરતા હતા. બાપુનગરમાં બે દિવસ પહેલા જ ઇશાન મુસ્તુફાભાઇ કાસમાણી નામના શખ્સની હત્યા થઈ હતી. આ યુવાનની હત્યામાં ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણમાંથી એક શખ્સ અને અન્ય એક શખ્સના પિતા પણ વેપારીને ત્યાં નોકરી કરતા હતા. વેપારીને ત્યાં નોકરી કરનાર ગુનેગાર અને તેમની સાથે સંબંધ રાખતા હોવાથી વેપારી કમલેશભાઈના પરિવારે આ લોકોને ભાડે આપેલ ઘર ખાલી કરવા કહ્યું હતું. વેપારીએ મદદની ના પાડતા અને ઘર ખાલી કરવાનું કહેતા આ માથાભારે શખ્સોએ અદાવત રાખી વેપારીને ધમકી આપી. માથાભારે શખ્સોએ કમલેશ પ્રજાપતિને ધમકી આપતા કંટાળીને યુવાન વેપારીએ પોતાના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે આ મામલે ધમકી આપનાર માથાભારે શખ્સ સામે વધુ એક ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે આ લોકોની હેરાનગતિ અને ધમકીના કારણે વેપારી કમલેશ પ્રજાપતિ આત્મહત્યા કરવા મજબૂર કર્યો. મૃતકના પરિજનોએ સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી.









