રાજ્યમાં વર્ષ 2007-08થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અમલી છે. આ અભિયાન યુવાનોને તમાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે. તમાકુ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) 2019 પ્રમાણે, ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરના લગભગ 5.4% વિદ્યાર્થીઓ તમાકુનો ઉપયોગ કરે છે.
ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન
ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો, અને તમાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે, તે સૌથી વધુ સંવેદનશીલ ગૃપ છે. ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન-2.0 COTPA 2003ને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ ગામોમાં લોકોને અને શાળાના બાળકોને તમાકુ વિરોધી જાગૃતતા લાવવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના મોટી કુંડળ ગામે રામપરા પ્રાથમિક શાળા ખાતે, નાવડા ગામે તેમજ બુબાવાવ ગ્રામ પંચાયત સહિતના સ્થળોએ ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 2.0 અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યુ
જેમાં તમાકુ વિરોધી પેમ્પલેટ્સ, પોસ્ટર્સ અને પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને ગામ લોકો સહિત શાળાના બાળકોને રેલી અને પત્રિકા વિતરણ તેમજ મીટીંગ યોજી જાગૃતિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ તકે મોટી કુંડળ, રામપરા, નાવડા, બુબાવાવ સહિતના ગામ લોકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રાણપુર ખાતે યોજાશે કેમ્પ
બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો બોટાદ જિલ્લાના તાલુકાઓમાં એસેસ્મેન્ટ કેમ્પ યોજાનાર છે,ગઢડા તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગઢડા ખાતે એસેસ્મેન્ટ કેમ્પ યોજાશે. બરવાળા તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૩/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, બરવાળા ખાતે યોજાશે. તેમજ રાણપુર તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૪/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણપુર ખાતે યોજાશે.
સવારે ૧૦:૦૦ કલાકથી એસેસ્મેન્ટ કરવામાં આવશે
જેનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ, દિવ્યાંગ બસપાસ, દિવ્યાંગતાનું સર્ટીફિકેટ તેમજ યુ. ડી. આઈ. ડી. કાર્ડ સાથે લાવવાનુ રહેશે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી બોટાદના નંબર ૦૨૮૪૯૨૭૧૩૨૩ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
જાણો પાત્રતા
અત્રે મહત્વનું છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારની એ.ડી.પ. યોજના અંતર્ગત દિવ્યાંગજનો કે જેમણે મોટરરાઈઝડ ટ્રાઈસીકલ ૫ વર્ષ દરમિયાન અને અન્ય સાધનોની ૩ વર્ષ દરમીયાન સહાય મેળવી નથી. ઉપરાંત ૧૨ વર્ષથી ઓછી ઉંમરના વિશેષ જરૂરીયાત ધરાવતા બાળકો માટે ૧ વર્ષના સમયગાળા દરમિયાન લાભ મેળવ્યો નથી તેઓ પાત્રતા ધરાવે છે.













