- વડાપ્રધાને વર્ચ્યુઅલી સંવાદ કર્યો
- વર્તમાન સમયમાં સરકારે વિકાસનું રાજકારણ અપનાવ્યું : ગ્રામ વિકાસ મંત્રી
- પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં
આણંદ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણના કાર્યક્રમમાં ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે બે દાયકા અગાઉ દર્દીઓ આધુનિક સારવાર કે મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેતા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-જન સુધી આરોગ્યની સુવિદદ્ય ઉપલબ્ધ બનાવી છે. અગાઉ ગરીબી અને ખેતી ઉપર રાજકારણ થતું. હાલમાં પીએમ અને સીએમએ વિકાસનું રાજકારણ અપનાવ્યું છે. આ પ્રસંગે નવી દિલ્હીથી વર્ચ્ચુઅલ જોડાયેલ વડાપ્રધાને પણ આયુષ્યમાનના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
સાંસદ મિતેષ પટેલે જણાવ્યું કે જિલ્લામાં વર્ષ 2016થી આજ સુધીમાં પીએમજેએવાય યોજના હેઠળ કુલ 2,07,837 કલેઇમ થયા જેના માટે કુલ 295.54 કરોડનો ખર્ચ કરયો છે. જિલ્લામાં યોજના હેઠળ 4.32 લાખથી વધુ કાર્ડ કાઢવામા આવ્યા છે. કાર્યક્રમમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનુ વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે કલેક્ટર ડી.એસ.ગઢવી, ડીડીઓ મિલિન્દ બાપના, જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખ, આણંદ તા.પં.ના પ્રમુખ અંજનાબેન પટેલ, પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર હતા.










