• તમામ સહકારી સંસ્થાઓ PMના જન્મદિવસની ઉજવણી કરશે
  • રક્તદાન, વૃક્ષારોપણ અને બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે
  • ચેન્નઈની હોસ્પિટલમાં જન્મનાર બાળકોને સોનાની અંગૂઠી અપાશે ભેટ


17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 72મો જન્મદિવસ આવી રહ્યો છે. આ પ્રસંગને વધાવી લેવા માટે ભાજપે દેશ અને રાજ્યવ્યાપી મોટી તૈયારીઓ કરી છે. એક બાજુ દેશમાં રક્તદાન, હેલ્થ ચેકઅપ, દોડ સહિતના ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે તો બીજી તરફ પ્રદેશ ભાજપ પણ પોતપોતાની રીતે કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છે.

તમામ સહકારી સંસ્થાઓ પી.એમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ પી.એમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરશે. જેમાં રક્તદાન, વૃક્ષારોપણ અને બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. તેમાં રાજ્યની તમામ સંસ્થાઓને ઉજવણી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ભાજપ સહકારિતા સેલ દ્વારા ઉજવણી કરવામાં આવશે. પી.એમ મોદીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે હજારો બોટલ રક્ત દાન ગુજરાતમાં થશે. તેમાં 311 સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. તેથી તમામ સહકારી સંસ્થાઓમાં આયોજનો થયા છે. તેમજ  ઉજવણી બાદ તમામ સહકારી સંસ્થાઓ ફોટા રજૂ કરશે. તેમજ રાજ્યની સહકારી સંસ્થાઓના ફોટા પ્રદેશ કાર્યલય ખાતે મોકલાશે.

ચેન્નઈની હોસ્પિટલમાં જન્મનાર બાળકોને અપાશે ભેટ
તામિલનાડુ ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરે જન્મનાર બાળકોને સોનાની અંગૂઠી ભેટમાં આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મત્સ્યપાલન અને સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને કહ્યું કે, "અમે ચેન્નઈની સરકારી હોસ્પિટલ RSRMની પસંદગી કરી છે, જ્યાં પીએમના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. મુરુગને કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મફતની રેવડી નથી, અમે તેના દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે જન્મેલા લોકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમનો અંદાજ છે કે 17 સપ્ટેમ્બરે આ હોસ્પિટલમાં 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.

  • Follow us on: