ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી બંધારણની કલમ - ૩૨૪ હેઠળ ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સૂચનાઓ મુજબ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
પોલીસ અધિકારી નોંધશે ફરિયાદ













