વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સવારમાં ૦૭-૦૦ કલાક પહેલા અને રાત્રિના ૮-૦૦ કલાક પછીના સમયગાળામાં શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા કે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.


જાહેરનામાનો નહી કરાય ભંગ
આ જાહેરનામું આગામી ૩૦ જૂન ૨૦૨૫ સુધી અમલી રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યારા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Follow us on: