- નકલી નિમણૂંક પત્રને આધારે નોકરી અપાવવાનું કારસ્તાન
- પોલીસે વિષ્ણુ ચૌધરી નામના ઠગની ધરપકડ કરી
- અમૂલ ફેડરેશનનો નકલી નિમણૂંક પત્ર બનાવ્યો હતો
બનાસડેરીમાં નકલી નિમણૂંક પત્ર કાંડ સામે આવ્યો છે. જેમાં નકલી નિમણૂંક પત્રને આધારે નોકરી અપાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં પોલીસે વિષ્ણુ ચૌધરી નામના ઠગની ધરપકડ કરી છે. અમૂલ ફેડરેશનનો નકલી નિમણૂંક પત્ર બનાવ્યો હતો. નોકરી અપાવવાનું કહીને બે યુવકો પાસેથી રૂપિયા 5-5 લાખ પડાવ્યા હતા.
બનાસડેરીના ડુપ્લીકેટ સહી-સિક્કા બનાવી લેટર તૈયાર કર્યો
બનાસડેરીના ડુપ્લીકેટ સહી-સિક્કા બનાવી લેટર તૈયાર કર્યો હતો. ઠગ વિષ્ણુ ચૌધરી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જેમાં અમુલ ફેડરેશનનો નકલી નિમણૂંક પત્ર બનાવી બનાસડેરીમાં નોકરી અપાવવાનું કારસ્તાન બહાર આવ્યું છે. સિદ્ધપુરના મામાવાડાના દલસંઘ ચોધરી અને મહેસાણાના ધીણોજના ભરત ચોધરી પાસેથી 5 લાખ રૂપિયા લઈ નોકરી અપાવવા આવેલો ઠગ ઝડપાયો છે.
બનાસડેરીના MDના ગામના જ શખ્સે બે લોકો સાથે ઠગાઈ કરી
અમુલ ફેડરેશનનો નકલી નિમણૂંક પત્ર બનાવી બનાસડેરીના ડુપ્લીકેટ સહી-સિક્કા બનાવી બનાસડેરીના MDના ગામના જ શખ્સે બે લોકો સાથે ઠગાઈ કરી છે. ઠગ બે લોકોને લઈને બનાસડેરીના નોકરી અપાવવા આવતા નિમણૂંક પત્ર ડુપ્લીકેટ હોવાનું સામે આવતા મામલો બહાર આવ્યો છે. બનાસ ડેરીએ ધીણોજ ગામના ઠગ વિષ્ણુ ચોધરી સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.









