- શિક્ષિકા ભાવનાબેને રાજીનામું પણ આપ્યું નથી
- શિક્ષણ વિભાગને રજુઆત છતાં કોઇ કાર્યવાહી નહીં
- બાળકો શિક્ષકની રાહ જુએ છે પણ તંત્ર ઘોર નિંદ્રામાં
બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંન્છા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમા પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી, ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે.
ભાવનાબેન વિદેશમાં સ્થાયી થયા છે
ભાવનાબેન નામના શિક્ષિકા તરીકે પાંન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા છેલ્લા આઠ મહિનાથી ગેરહાજર છે. આઠ મહિનાથી શિક્ષિકા ભાવનાબેન વિદેશમાં જ રહે છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનાબેને હજુ સુધી કોઈ રાજીનામું આપ્યું નથી.
તંત્ર દ્વારા ગેરહાજર શિક્ષિકાને નોટીસ આપવામાં આવી
ઈન્ચાર્જ આચાર્ય પારુલબેને કહ્યું કે શિક્ષણ વિભાગને અને જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવામા આવી નથી. ગુજરાત શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે જે બેન 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામા આવી છે અને ગેરહાજરી દરમ્યાન કોઈપણ પગાર ચૂકવવામા આવ્યો નથી.









