દારૂના દૂષણને નાબૂદ કરવા ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો. ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવવામાં આવ્યા. બનાસકાંઠાના કાંકરેજના લક્ષ્મીપુરા ગામે બોર્ડ લગાવીને લખ્યું કે, ગામમાં કોઇએ દારુ વેચવા આવવું નહીં.


[[$googlead]]

લક્ષ્મીપુરા ગામના પ્રવેશ દ્વાર પર માર્યું બોર્ડ

લક્ષ્મીપુરા ગામના ગ્રામજનોએ જણાવ્યું કે, ગામની અંદર દારુ વેચવા આવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 2016માં લક્ષ્મીપુરામાં બે યુવાનોના મોત થયા હતા. બે યુવાનો દારુ પીને બાઈક પર જઈ રહ્યા હતા જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેથી ગ્રામજનોએ ભેગામળીને નક્કી કર્યું કે, ગામની અંદર દારુનું વેચાણ થવા દેવામાં આવશે નહીં તેમજ કોઈ વ્યક્તિ દારુ પીને ગામમાં આવશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ કોઈ બહારની વ્યક્તિ ગામમાં દારુ વેચવા માટે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.

[[$alsoread]]

બુટલેગરો દારુ વેચવા આવતા હોવાથી બોર્ડ લગાવ્યું

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના લક્ષ્મીપુરા ગામના લોકોએ ગામના પ્રવેશ દ્વાર ઉપર બોર્ડ માર્યું છે. ગામમાં બહારથી કોઈએ દારૂ વેચવા આવવું નહીં તેવું ગામલોકોએ બોર્ડ માર્યું. જો કોઈ દારૂ વેચવા આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની બોર્ડમાં ચીમકી આપવામાં આવી. લક્ષ્મીપુરા ગામમાં 2016માં દારૂ પીધેલી હાલતમાં બે યુવાનો અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. બે યુવકોના મોત બાદ ગામમાં દારૂ પીવો નહીં કે વેચવો નહીં તેવો ભગવાનની સાક્ષીએ સામુહિક નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે થોડા સમયથી બુટલેગરો ગામમાં યેનકેન પ્રકારે દારૂ વેચવા આવતા હોવાથી ગામલોકોએ બોર્ડ માર્યું.

  • Follow us on: