બનાસકાંઠામા માની મમતાને લાંછન તેવી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક નવજાત જીવિત શિશુ મળી આવ્યું છે તમને જણાવી દઈએ કે એક બાળકી શિશુને મૂકી ફરાર થઇ ગઈ છે. આજે હોસ્પિટલના યુનિફ્રોમસાથે આવી હતી તેમજ શિશુ મુંકી ફરાર થઇ ગઈ હતી. આજુબાજુના લોકોનું કહેવું છે કે તડાવ ગામના તળાવના ખાડામાંથી શિશુ મુકાયુ હતું. જેને જોઇને ગામના સ્થાનિકો દ્વારા પોલીસને કરાઈ જાણ કરી હતી જેના પછી આ સમગ્ર ઘટના સામે આવી હતી. અને આ નવજાત શિશુને તત્કાલ હોસ્પિટલમાં કરાયુ એડમિટ કરાયું હતું.


વાવ પંથકમાં આવેલા ટડાવ ગામમાં નવજાત શિશુના રડવાના અવાજને કારણે ગામ લોકો જાગૃત થયા અને શિશુને ત્યાં છોડીને કોઈ અજાણ્યા શખ્સના હોવાનું તેઓને આભાસ થયો. ત્યારે ગામજનોની જાણ બાદ શિશુને તાત્કાલિક સારવાર માટે પાલનપુરના શિશુ ગૃહમાં મુકવામાં આવ્યો. ગામજનો દ્વારા માવસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને શિશુને આમ રામ ભરોસે મૂકનારની શોધખોળ કરી રહી છે.

આવીજ એક ઘટના વલસાડમા પણ બની છે જ્યાં ઝાડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આપણે જણાવી દઈએ આ ઘટનાવલસાડ ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીકની છે જ્યાં 3થી 5 મહિનાના નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળી આવ્યો છે. નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસની દેખરેખમાં બાળક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. તેમજ બાળકના વાલી વારસને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Follow us on: