રાજ્યમાં ફરીથી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, નડિયાદ સહિત અનેક શહેરોમાં કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાને લઈ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. 11 વર્ષના બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાયો છે. 11 વર્ષના બાળકનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. કોરોના પોઝિટિવ બાળકને તેના ઘરમાં જ આઇસોલેટ કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોવિડના લક્ષણો જણાતાં ટેસ્ટ કરાવ્યો હતો ત્યાર બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બાળકને તેના ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યો છે. પાલનપુરનો બનાસ મેડિકલ હસ્તક સિવિલ હોસ્પિટલમાં 50 બેડને ઇમર્જન્સી વોર્ડ તૈયાર કરાયો છે.
નડિયાદમાં 8 મહિનાની બાળકીને થયો કોરોના
તમને જણાવી દઈએ કે ગઈકાલે નડિયાદમાં 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. બાળકીને 20 તારીખથી તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને તાવ ચઢવાની સાથે ખેંચ આવતા ગઈકાલે રિપોર્ટ કરાવ્યો હતો. વાઈરલ પેથોજોન રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનુ જાણવા મળ્યું હતું. માતા પિતા બાળકીને લઈને વડોદરા ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી.









