બનાસકાંઠામાં થરાદમાં નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો. કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકોએ બનાવ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળ પર પંહોચી ફાયરબ્રિગેડના માણસો કેનાલમાં તરતા મૃતદેહને બહાર કાઢયો. જેના બાદ યુવાનનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઘટનાની તપાસ કરતાં યુવાન ક્યાંનો છે અને કયાંનો રહેવાસી છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી.


સ્થાનિકોનું ધ્યાન ગયું

થરાદના રાણપુર નજીક ગડસીસર માઇનોર કેનાલમાં એક શખ્સ પાણીમાં ડૂબતો હોવાનું સ્થાનિકોનું ધ્યાન ગયું. બાદમાં માલૂમ પડ્યું કે આ કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ છે. આથી સ્થાનિકોએ બાવળની જાડીથી તરતા મૃતદેહને રોકી લીધો.ત્યારબાદ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી. રાણપુર નજીકની માઈનોર કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. ફાયર ટીમ દ્વારા યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો ત્યારે સ્થાનિકો પણ ચિંતિત થયા. કારણ કે તેમનામાંથી કોઈ આ યુવકને ઓળખતા નહોતા. અજાણ્યા યુવકનો મૃતદેહ કોનો છે તે અંગે અલગ અલગ ચર્ચાઓ શરૂ થઇ છે.

પરિવારની તપાસમાં પોલીસ

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે થરાદ સિવિલ હોસ્પિટલ ખસેડી શરૂ કરી પરિવારની કરી શોધખોળ. યુવાને આત્મહત્યા કરી છે કે પછી કોઈ શખ્સ દ્વારા તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે વિગેરે બાબતોને લઈને આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેનાલ બની રહી છે મોતનો કૂવો

નર્મદા કેનાલ લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં પડી આત્મહત્યા કરવા તેમજ હત્યા કર્યા બાદ અજાણ્યા લોકો મૃતદેહને કેનાલમાં ફેંકી દેવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. અગાઉ થરાદમાં જ ખેડ તસીયારોડ પર ઢીમા પુલ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે નવેમ્બર મહિનામાં એક જ દિવસમાં બે મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. નર્મદા કેનાલ હવે જાણે મોતની કેનાલ બનવા લાગી છે.

  • Follow us on: