• ગેનીબેનની ઉમેદવારી ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ
  • ચાંદલા સ્વરૂપે રૂ.11થી લઇ યથાશક્તિ પ્રમાણે આપવા માંગ
  • લોકોના આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરી લડશે ચૂંટણી

બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ શરૂ થયુ છે. જેમાં ગેનીબેનની ઉમેદવારી માટે ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરનો QR કોડ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે.


[[$googlead]]

[[$alsoread]]

ચાંદલા સ્વરૂપે રૂ.11થી લઇ યથાશક્તિ પ્રમાણે આપવા માંગ

ચાંદલા સ્વરૂપે રૂ.11થી લઇ યથાશક્તિ પ્રમાણે આપવા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકોના આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડશે. બનાસકાંઠા કોંગ્રેસ ધારાસભ્ય અને લોકસભામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં તેમણે શંકર ચૌધરીનું નામ લીધા વગર પ્રહાર કરતાં કહ્યું કે, બહારના લોકો અહિયા હુકુમત નહીં જમાવી શકે. તેમના આ નિવેદનથી ફરી એકવાર બનાસકાંઠામાં રાજકીય તેજી જોવા મળી છે.

કોઇ દાદા બનવા માંગતો હોય તો મગજમાંથી કાઢી નાખે

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન આપતાં કહ્યું કે, આ ચૂંટણી લોકસભાના સાંસદ કરતા બનાસકાંઠા જિલ્લો સ્વનિર્ભર, સ્વતંત્ર બને અને કોઈપણ જાતની ગુલામીમાં ન જીવે અને બહારના લોકો જે પોતાની હુકુમત જમાવવા માંગે છે. એ હુકુમતમાંથી જિલ્લો છૂટકારો મેળવે એ માટે ચૂંટણી મેદાનમાં હું આવી છું. સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય તો પ્રજાને એનો અન્યાય થાય ને થાય, વિકેન્દ્ર કરણ હોવું જોઈએ. ફરી એકવાર દાદા નહીં બનવા દઉ અંગે વાત કરતાં ગેનીબેને કહ્યું કે, અમે માત્ર ગણપતિ અને હનુમાન દાદાનેજ માનીએ છીએ. કોઇ દાદા બનવા માંગતો હોય તો મગજમાંથી કાઢી નાખે.  

  • Follow us on: