બનાસકાંઠા જિલ્લામાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લોકોનાં કરોડો રૂપિયા ચાઉં કરનારા મહાઠગ નિરંજન શ્રીમાળીને CID ક્રાઈમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં નાઉ સ્ટાર્ટ વે કંપનીના નામે કરોડોનું ફુલેકું ફેરવનારનો આખરે CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.
200 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી કરોડોનું કૌભાંડ
બનાસકાંઠા જિલ્લામાં Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે અંદાજે રૂ. 80 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ CID ક્રાઈમ તપાસ કરી રહી છે. દરમિયાન, મહાઠગ નિરંજન શ્રીમાળીને લઈ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પાલનપુર ન્યુ ST પોર્ટમાં ડી. એલ. પટેલ નામની વ્યક્તિ દુકાન ધરાવે છે. ડી.એલ. પટેલે ધણા સમય પહેલા નિરંજન શ્રીમાળીને દુકાન વેચવાની વાત કરી છે. આરોપ છે કે, નિરંજન શ્રીમાળીએ ડી.એલ. પેટલની જાણ બહાર જ તેમની દુકાનનો બારોબાર સોદો કરી દીધો હતો. આખરે કરોડો રૂપિયા ચાઉં કરનારા મહાઠગ નિરંજન શ્રીમાળીને CID ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
CID ક્રાઇમ SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હતા હોવાનું સામે આવ્યું છે. રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં 15 હજારથી વધુ લોકોએ રોકાણ કર્યુ છે. હજું 84 કરોડ રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીએ લ રોકાણ ક્યા કરેલું છે એની તપાસ ચાલુ છે. આ સ્કિમમાં રોકાણકારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. આ લોભાવણો ધંધો 3% રોજના આપવાની શરત સાથે શરૂ કર્યું છે. 21 પિરામિડ લેવલ હતા, 20 લોકોને રોકાણ કરાવનારને 1 - 1.5% આપતો, ગિફ્ટ અને ટૂર પણ કરાવતો હતો. શ્રીમાળી એસટીમાં કામ કરતો હતો, બીજો આરોપી પ્રફુલ્લ મકવાણા ફરાર છે જેને લઇ તપાસ ચાલું છે.