ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આગામી 16મેના નર્મદા કેનાલમાં પાણી છોડવાની પહેલાથી જાહેરાત કરી દીધી હતી જો કે ખેડુતોને 16મેન સમયસર પાણી મળશે કે કેમ તે બાબતે અસમંજસની સ્થિતિ રહેવા પામી હતી ત્યારે હવે આગામી અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સમય પ્રમાન્ડ જ નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવશે જેના પરિણામે સરહદી વિસ્તારના રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં હાલમાં પડી રહેલી પીવાના પાણી ની સમસ્યાનો નિકાલ આવશે તેમજ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો મળી રહેશે. જ્યારે કે ખેડૂતોને પણ કપાસ સહિતના પાકોમાં સમયસર વાવેતર કરવાનો સમય મળી રહેશે. નર્મદા કેનાલ 45 દિવસથી રીપેરીંગ અને સફઈની કામગિરીને કારણે બંધ કરવામાં આવી છે જેના પરિણામે સાંતલપુર અને રાધનપુર સહિત કચ્છ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની કાગરાળ ઉઠવા પામી હતી અને લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો ત્યારે હવે આગામી બે દિવસમાં એટલેકે શુક્રવારે નર્મદા કેનાલમાં પાણી છોડાશે જેના કારણે હાલમાં ઉદભવેલી રહેલી પીવાના પાણીની અને સિંચાઇના પાણીની સમસ્યામાં રાહત મળશે. હાલમાં રહેલી પાણીની સમસ્યાનો અંત આવશે મેં માસમાં જ સમયસર પાણી કેનાલ આવશે જેના કારણે ખેડૂતોને કપાસ સહિતના પાકનું વાવેતર થઈ શકશે.
બે દિવસમાં કેનાલમાં પાણી ચાલુ કરાશે-નર્મદા અધિકારી










