- મને સૌએ કહ્યું કે તમારે ચૂંટણી ફરજિયાત લડવાની છે: ગેનીબેન
- મેં બધાને પૂછ્યું કે લડવા માટેનું કારણ શું?
- બનાસકાંઠા જિલ્લો બીવે છે એની સામે ચૂંટણી લડવાનો સૌથી વધુ અનુભવ છે
ગેનીબેન ઠાકોરે ફરી શંકર ચૌધરી પર નિશાન સાધ્યું છે. જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે મને સૌએ કહ્યું કે તમારે ચૂંટણી ફરજિયાત લડવાની છે. મેં બધાને પૂછ્યું કે લડવા માટેનું કારણ શું? જેનાથી આખો જિલ્લો ડરે છે તેની સામે ચૂંટણી લડવાની છે. આથી તમારે ચૂંટણી ફરજિયાત લડવાની છે તેવું લોકોએ કહ્યું છે.
ગેનીબેન ઠાકોરે તેમની સામે આક્ષેપ કરનારા લોકો સામે પ્રહાર કર્યા
બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમની સામે આક્ષેપ કરનારા લોકો સામે પ્રહાર કર્યા છે. જેમાં જણાવ્યું છે કે બહારથી આવીને બનાસકાંઠાનું તમામ ક્ષેત્રમાં શોષણ કરનાર વ્યક્તિ બનાસ ડેરીના સંચાલકો બનાસ ડેરીમાં ડ્રાફ્ટિંગ કરાવી પ્રજાપતિ સમાજને કેવું બોલવું દલિત સમાજને કેવું બોલવું બ્રાહ્મણ સમાજને કેવું બોલવું તે જણાવે છે. તમામ બોલનારા લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે તમે જે વિચારધારા સાથે બેઠા છો તમે જે શબ્દો બોલો છો એ શબ્દોમાં કેટલું તથ્ય છે. તમને ખાલી બોલવા પૂરતા આગળ કર્યા છે. 8ની તારીખે તમે બોલવા વાળાના સામેવાળા કોઈ ફોન પણ ઉપાડવાના નથી.
મને બધાએ કીધું બેન તમારે આ ચૂંટણી ફરજિયાત લડવાની છે
ગેનીબેને ફરી શંકર ચૌધરી પર નિશાન સાધતા જણાવ્યું છે કે મને બધાએ કીધું બેન તમારે આ ચૂંટણી ફરજિયાત લડવાની છે. મેં પૂછ્યું લડવા માટેનું કારણ શું તો લોકોએ કહ્યું કે જેનાથી આખો બનાસકાંઠા જિલ્લો બીવે છે એની સામે ચૂંટણી લડવાનો સૌથી વધુ અનુભવ તમને છે એટલે તમારે લડવાની છે. 2017માં આ બધા સંસાધનો હતા તમે બધાએ નજરની સામે જોયું છે 2022માં પણ હતા અને તમે પરિણામ પણ જોયુ છે.









