• રાજકોટ અગ્નિકાંડ બાદ પાલનપુર તંત્ર એલર્ટ મોડમાં

  • ઓશિયન અને વન સેન્ટર મોલને કર્યો પાલિકાએ સીલ
  • ફાયર સેફ્ટીનો અભાવ જણાતા બંને મોલ સીલ

રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સફાળું જાગી ગયું છે અને ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા ગેમ ઝોન અને ફન ઝોન પર તપાસ કરવામાં આવી રહી છે. તો આ જ ક્રમમાં બનાસકાંઠાના પાલનપુરમાં પણ વહીવટી તંત્ર જાગ્યું છે અને શહેરના ગેરકાયદેસર ચાલતા ગેમઝોન ખાતે ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


[[$googlead]]

[[$alsoread]]

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડ બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનું વહીવટી તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને અને ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે, શહેરમાં બે એવા મોલ ઝડપાઇ આવ્યા છે જ્યાં ફાયર સેફટી અને ફાયર NOCનો અભાવ સામે આવ્યો હતો. પાલનપુર વહીવટી તંત્ર દ્વારા આ બંને મોલ સીલ કરવામાં આવ્યા છે.


જાણવા મળી રહ્યું છે કે પાલપુર વહીવટી તંત્ર દ્વારા ફાયર NOC અને ફાયર સેફટી વિના ધમધમતા ઓશિયા હાઇપર માર્ટ અને વન સેન્ટર મોલ સીલ કરવામાં આવ્યા છે. NOC ન હોવાથી ઓસિઅન અને વન સેન્ટર મોલને પાલનપુર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે.


  • Follow us on: