• શંકરચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતીનો કર્યો ભંગ : કોગ્રેસ
  • બનાસકાંઠા જીલ્લામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો : કોગ્રેસ
  • શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂ થઈ ગયો છે,ત્યારે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે નિકળી રહ્યા છે,બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકર ચૌધરી સામે કોગ્રેસ પક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે.આદર્શ આચાર સહિતા મુજબ બંધારણીય પદ ધારકો કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ ન બની શકે સાથે સાથે શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરી તેઓ પ્રચારમાં જોડાયા હતા,બનાસકાંઠા ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પ્રચાર શરૂ કર્યો હતો.

કોગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ પૂરાવા કર્યા રજૂ

[[$googlead]]

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડો. મનિષ દોશીએ માંગ કરી છે.સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ છે જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે.

[[$alsoread]]


ગુજરાતમાં આચારસહિંતા લાગુ

ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી.અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે.જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.

વાવ થરાદમાં કર્યો હતો પ્રચાર

વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તેજ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે.

 

  • Follow us on: