- બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી પહેલીવાર આવી રહ્યા છે તેમનું સ્વાગત છે : ગેનીબેન
- કોંગ્રેસના કેટલાક નેતાઓએ ખરા સમયે સાથ છોડી દીધો : ગેનીબેન
- બનાસકાંઠા જિલ્લો કલંકિત થાય એવું કોઈ કામ હું નહિ કરું : ગેનીબેન
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 7 મેંના રોજ મતદાન યોજાવાનું છે. 5 તારીખે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા જ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનના સમર્થનમાં આજે લાખણીમાં જાહેરસભાનું આયોજન કરાયું છે.ગેની બહેને સભા પહેલા આકરા પ્રહારો કર્યા હતા.
જાણો શું બોલ્યા ગેનીબેન
ગેનીબેન ઠાકરે જણાવ્યું કે, સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી. બે વખત જનતાએ અહીથી સંસદ સભ્ય બનાવીને ગુજરાતમાંથી તેઓને વડાપ્રધાન બનાવ્યાં હતા. પણ ગુજરાતને પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષા હતી તે પૂર્ણ નથી થઈ. વડાપ્રધાન બનાસકાંઠામાં આવીને કહ્યું હતું કે, કોંગ્રેસ આવશે તો તમારી પાસે બે ભેંસો હશે તો એમાંથી એક ભેંસ બીજાને આપી દેશે. ત્યારે હું બનાસકાંઠાની જનતાને કહું છું કે આપણી ભેંસો આપણી પાસે જ રહેશે. અમારી ભેંસના દૂધ બનાસ ડેરીમાં ભરાવાના જ છે, આ ડેરી તમે પાટણને આપી દીધી છે તે ડેરી અમને પાછી આપો.
છેલ્લા 2 મહિનાથી હું કેમ્પેઇન કરી રહી છું : ગેનીબેન
ગેની બેને કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે,300થી વધુ સભાઓમે સંબોધી છે જેમાં બનાસકાંઠાની જનતાએ સમર્થન આપ્યું એ બદલ આભાર,સમર્થન ની સાથે નોટનું પણ સમર્થન જનતાએ આપ્યું છે,આ ચુંટણીમાં 1947ની યાદ અપાવી છે,દેશમાં ગોરાઓને કાઢવા માટે મોટા ઉદ્યોગપતિઓએ ફંડિંગ કર્યું હતું,2024 માં લોકશાહી બચાવવા અને ચોરોને કાઢવા જનતા સમર્થન કરે છે.
28 વર્ષના રાજકારણમાં મારાથી જેટલું થાય એટલું ભલું કર્યું : ગેનીબેન
ભાઈઓ ભાઈઓને ભેગા કરી શીરો ખવડાવ્યો છે,ઈન્દીરાજી ના પગલાં આજે પણ બનાસકાંઠા યાદ કરે છે,બનાસકાંઠા જિલ્લામાં પડેલા 3 દુષ્કાળમાં રાજીવજી અને ઈન્દિરાજી એ સહાય આપી હતી,દુષ્કાળમાં રાજીવજીએ દક્ષિણમાંથી શેરડી કાપીને ગાયોને ખવડાવી હતી,આ વિસ્તારમાં સિંચાઇના પાણી આવે તેની લડાઈ લડવામાં હું ક્યારેય પાછી પાની નહી કરું,અઢારેય આલમને ખાત્રી કરી છું કે તમે આજે હાથ નમો છો તો કાલે હું વેત નમીશ.કાર્યકરો, મતદારો અને પાર્ટી સાથે ગદ્દારી ના થાય એવો મે પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે,
ચૂંટણી સુધી કોઈ વાત નહી : ગેનીબેન
વેવાઈ આવે તો પણ એમને કહેજો 7 મી તારીખ સુધી ચૂંટણીની વાત નહી અને ભાજપને વોટ આપવાનું ના કહેતા,બનાસકાંઠાની બેનને જીતાડવા માટે દુનિયાના કોઈપણ ખૂણેથી બનાસકાંઠામાં 6 તારીખે આવી 7 તારીખે મતદાન કરી જીતાડવા વિનંતી છે,સામેના ઉમેદવારને અને ભાજપને તેમજ બનાસકાંઠા ને કઈ લેવા દેવા નથી,એટલે જ કહે છે કે તમારે ઉમેદવારને મોઢું જોયા વિના ભાજપને વોટ આપજો.
કોગ્રેસના કાર્યકર્તાઓને હેરાન ના કરો : ગેનીબેન
સત્તાના માધ્યમથી ભાજપ અમારા કાર્યકરોને હેરાન કરવાનું કામ કરે છે,જો આવું થશે તો ઝાંસીની રાણી ના માર્ગે ચાલવું પડે તો પણ હું પીછે હઠ નહિ કરું.
નર્મદાનુ પાણી બનાસ સુધી પહોંચાડો : ગેનીબેન
પર્યાવરણને નુકશાન થાય તો ભલે થાય પણ નર્મદા નું પાણી બનાસ સુધી પહોંચવું જોઈએ એવું કહી નર્મદાનું પાણી અહીંયા લાવવા કરાર કર્યા હતા,વિશેષ નથી કહેવું પણ એટલું જ કહીશ કે ૯૦ ટકા મતદાન કરાવજો,લોકશાહીને કલંક લગાવવાનું કામ ભાજપ કરી રહી છે.









