બનાસકાંઠામાં પંચાયત કચેરીમાં જ ઓપરેટરે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જયેશ ઠાકર નામનો ઓપરેટર ગઈકાલથી ગુમ હતો. તેનો તાલુકા પંચાયતની કચેરીમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મળી હતી. જયેશ કરાર આધારિત ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દાંતિવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
જયેશ ઠાકરની ભાળ તેના મોબાઈલ લોકેશનના આધારે મળી













