વર્ષ 2023માં પાલનપુર પંથકની 9 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને પાલનપુર સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપી રાવતા ખોખરીયાને 20 વર્ષની સજા સાથે જ 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. પોલીસે 376 A, B તથા પોક્સોની કલમ લગાવી હતી.
મળતી માહિતી મુજબ, પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2023માં પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટનામાં 2023માં આરોપીએ 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તાલુકા પોલીસ મથકે 376 A,B તથા પોક્સો એકટ કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેસન્સ કોર્ટના જજે આરોપી રાવતા ખોખરીયાને 20 વર્ષની સજા અને રૂ.50 હજારના દંડનો હુકમ કર્યો છે.










